પ્રાપ્ત માહિતી અનુસાર, ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, એક શખ્સ દેશી બનાવટના ચાર બોમ્બ લઈને નીકળવાનો છે. ત્યારે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. ત્યારે એક શખ્સ દાણીલીમડા તરફના રિવરફ્રન્ટની ફૂટપાથ પરથી પસાર થતો નજરે આવ્યો હતો.
પોલીસે તેની તપાસ કરતા તેની પાસેથી દેશી બનાવટના ચાર બોમ્બ મળી આવ્યા હતા. ઝડપાયેલા શખ્સનું નામ જાવેદ ઉર્ફે બાબા બલોચ છે. જેની પાસેથી ક્રાઈમ બ્રાન્ચને દેશી બોમ્બ નંગ 4 તથા ધારદાર છરો એક નંગ મળી આવ્યા હતા.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હાથ બનાવટના દેશી બૉમ્બ પકડી પડ્યા છે. જાવેદખાન બલોચ નામના વ્યક્તિ પાસેથી બોંમ્બ અને છરો મળી આવ્યો છે. રૂપિયાની લેતીદેતી મામલે તેણે દેશી બોમ્બ બનાવ્યા હતા. રૂપિયા આપનારને બોમ્બનો ઉપયોગ કરી નુકસાન પહોંચાડવાનો તેનો ઈરાદો હતો. ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક બોમ્બ-ડિસ્પોઝલ ટીમને સ્થળ પર બોલાવીને બોમ્બને સુરક્ષિત જગ્યાએ લઈ જઈને ડિફ્યુઝ કરવાની કામગીરી હાથ ધરી હતી.
તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, પોતાના પૈસા લેનારી વ્યક્તિને ઈજા પહોંચાડવા માટે તેણે આ પ્લાન બનાવ્યો હતો. જેના માટે તેણે જાતે આ બોમ્બ બનાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, જાવેદ ઉર્ફે બાબા આઠ વર્ષ પહેલાં દરિયાપુર પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનાઓમાં પકડાયેલો છે. ત્યારે પોલીસે આ શખ્સની વધુ તપાસ હાથ ધરી છે.