અમદાવાદ : ગોતામાં એક લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે, જેમાં 80થી વધુ લોકોને ઝાડા-ઉલ્ટીની અસર થઇ છે. દર્દીઓને ફૂડ પોઈઝનિંગ થતા સોલા સિવિલમાં ખસેડયા છે.
પ્રાથમિક માહિતી અનુસાર, 80 થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગનો ચેપ લાગ્યો છે. તેમાંથી 25 બાળકો અને 18 મોટા લોકોને ફૂડ પોઇઝનીંગમાં સારવાર માટે સોલા સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.
તો બીજા ઘણા લોકોને ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર હેઠળ ખસેડાયા છે. લગ્ન પ્રસંગમાં બહાર ગામથી આવેલા જાનૈયાઓને ફૂડ પોઇઝનિગ થયું હોવાનું પણ સામે આવ્યું છે. અત્યારે તમામની પરિસ્થિતિ સ્ટેબલ છે.
અમદાવાદના ગોતા વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં જમણવાર પછી 25 બાળકો સહિત 80 લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થવા પામી હતી. ફૂડ પોઇઝનિંગથી પ્રભાવિત, તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં 25 બાળકો અને અન્ય 18 લોકોને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.