Thu. Dec 26th, 2024

અમદાવાદ : જગતપુર વિસ્તારમાં એક ફ્લેટમાં રહેતા એરહોસ્ટેસને તેના રૂમમેટ્સ સાથે પાર્ટી કરવી મોંઘી પડી

શહેરના જગતપુર વિસ્તારમાં ભાડે ફ્લેટમાં રહેતા એક એરહોસ્ટેસને તેના રૂમમેટ્સ સાથે પાર્ટી કરવી મોંઘી પડી. એરહોસ્ટેસ તેના મિત્રો સાથે ફ્લેટમાં ભાડે રહેતી હતી. તેના રૂમમેટના મિત્રો ઘરે વાઇન પાર્ટી કરવા માટે આવ્યા હતા. બાદમાં, જ્યારે યુવતી તેના રૂમમાં સૂતી હતી, ત્યારે એક યુવક તેની બાજુમાં આવ્યો અને સૂઈ ગયો. તેના અંગોને સ્પર્શતા અશિષ્ટ માંગણીઓ કરવા લાગ્યા.

યુવતિએ તેનો વિરોધ કર્યો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તો ચાંદખેડા પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે. મુળ પંજાબની 25 વર્ષીય યુવતી જગતપુરમાં આવેલા એક ફ્લેટમાં રહે છે. તે છેલ્લા 6 મહિનાથી અન્ય ત્રણ યુવતીઓ રૂમમેટ તરીકે તેની સાથે રહે છે. યુવતી અમદાવાદ એરપોર્ટ પર સ્પાઇસ જેટ એરલાઇન્સમાં નોકરી કરે છે.

બે-ત્રણ મહિના પહેલા તેના રૂમમેટના મિત્રો જગતપુર આવ્યા હતા. તેઓ રોકાઇને દારૂ પાર્ટી કરીને ત્રણ ચાર દિવસ રોકાઇને જતા રહ્યા હતા.પછી ફરી આવ્યો. જોકે તેની રૂમમેટ યુવતી દિલ્હી જતી રહી હતી. જો કે, તેના મિત્રો દારૂ પીતા હતા અને દરરોજ મસ્તી કરતા હતા અને મોટેથી મ્યુઝીક વગાડતા હતા. જોકે યુવતિએ એવું ન કરવાનું કહ્યું.

ત્યાર બાદ યુવતી ફ્લાઇટ હોવાથી જયપુર ગઇ હતી. જ્યારે તે પરત ફરી ત્યારે આ લોકો પણ હાજર હતા. તેઓ દારૂ અને અન્ય નશીલા પદાર્થોની મજા લઇ રહ્યા હતા. તેથી યુવતીએ તેના મિત્રોને સમજાવવા કહ્યું. તેના રૂમમાં જતી રહી હતી. જો કે રૂમમેટનો મિત્ર મયંક યુવતીના બેડરૂમમાં ગયો. તે પલંગ પર તેની બાજુમાં સૂઈ ગયો હતો અને તેનાથી અડપલા કરીને અશિષ્ટ માંગણી કરવા લાગ્યો હતો. જેથી યુવતિ ગભરાઈને હોલમાં બહાર આવી.

હોલમાં તેના મિત્રને જાણ કરતાં તેણે ગાળો આપી હતી. જો તું તેઓ કહે તેમ નહી કરે તો તને મારી નાખશે તુ તેમનું કંઇ જ નહી બગાડી શકે તેવું જણાવ્યું હતું. જેથી કંટાળી યુવતીએ અંતે ચાંદખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પ્રિયંકા, શુભમ શેરાવત, મયંક શેરાવત અને નીતીશે આ શખ્સ સામે છેડતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવી હતી.

 

 

Related Post

Verified by MonsterInsights