અમદાવાદ : છેલ્લા બે-ત્રણ દિવસથી ગુજરાતમાંથી વરસાદ ગાયબ થઈ ગયો છે. વાદળછાયું વાતાવરણ નથી, વરસાદ નથી. વાતાવરણમાં અસહ્ય ગરમી અને ઉકળાટ છે. પછી જો તમે વરસાદની રાહ જોતા હોવ તો તે તમારા માટે નિરાશાજનક સમાચારો સામે આવ્યા છે. હવામાન વિભાગના અપડેટ મુજબ હાલમાં ગુજરાતમાં વરસાદની સંભાવના નથી.
હાલમાં વરસાદની સિસ્ટમ ઉદભવી નથી
વરસાદ મામલે હજીપણ નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. હજી એક સપ્તાહ રાજ્યમાં વરસાદ નહિ આવે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ વરસાદ આવે એવી એકેય સિસ્ટમ ઉદભવી નથી.
માત્ર દક્ષિણ ગુજરાતમાં અતિ સામાન્ય છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. જરૂરિયાત મુજબનો વર્તમાન સીઝનમાં વરસાદ થયો છે.
….તો વરસાદ ક્યારે આવશે
હવામાન વિભાગના ઇન્ચાર્જ ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે હવે વરસાદ ક્યારે આવશે, મધ્ય જુલાઈ અને ઓગસ્ટમાં વરસાદ ની અસર જોવા મળશે.