Sun. Dec 22nd, 2024

અમદાવાદ / ઝરમર વરસાદમાં પણ લોકો પહોચ્યા રસી લેવા, લોકોમાં રસીને લઈને અનેરો ઉત્સાહ

અમદાવાદ : કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે લોકો પોતાની જાતને સુરક્ષિત કરવા માટે જાગૃત થયા છે. રસીકરણને લઈને એટલી જાગૃતિ આવી ગઈ છે કે, વરસતા વરસાદમાં પણ લોકો રસી લેવા માટે થઈને લાંબી કતારો લગાડે છે.


આવા દ્રશ્યો સાબિત કરે છે કે, કોરોના સામે લડવા માટે કોરોના વેક્સિન જ એ એક માત્ર ઉપાય છે. જે વેપારીઓ માટેની ફરજિયાત રસીનો આજે છેલ્લો દિવસ હતો. જેના કારણે મોટી સંખ્યામાં વેપારીઓ પણ રસી લેવા પહોચ્યા હતા. જો કે વેપારીઓને ફરજિયાત વેક્સિનની બાબતમાં વધુ 15 દિવસની રાહત મળી છે.

Related Post

Verified by MonsterInsights