અમદાવાદ : લોકડાઉન અને 50 ટકા સ્ટાફની હાજરીને કારણે ઘણા સરકારી કચેરીઓની કામગીરી વધી ગઈ છે. જેમાં મહાનગરોની RTO કચેરી પણ બાકાત નથી. RTO કચેરીઓમાં પણ બે શિફ્ટમાં કામ ચાલી રહ્યું છે.
RTOની કામગીરી સવારે 6 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી ચાલે છે. લોકો ટેસ્ટ ડ્રાઈવ આપવા રાત્રે પણ પહોચે છે.છેલ્લા ત્રણ દિવસથી ચાલતી અમદાવાદમાં આ કામગીરી માટે 566 જેટલા ડ્રાઇવિંગ ટેસ્ટ માથે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા છે. જેમાં પેલાની સાપેક્ષમાં 50% નો વધારો થયો છે.