Mon. Dec 23rd, 2024

અમદાવાદ / મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ ટ્રેન ફરી શરૂ થઇ, મુસાફરોનું થર્મલ સ્ક્રીનિંગ અને લગેજને સેનિટાઈઝ કરવામાં આવશે

અમદાવાદ : અમદાવાદ અને ગુજરાતના રેલ્વે યાત્રીઓ માટે સારા સમાચાર છે. તારીખ 7 ઓગષ્ટથી મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ ટ્રેન ફરી પાટે ચઢી છે. ઈંન્ડિયન રેલવે કેટરીંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)દ્વારા સંચાલિત તેજસ એક્સપ્રેસ ચાર મહિના બાદ શરૂ થઇ છે.


ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે આ ટ્રેન સેવા બંધ કરાઈ હતી. આ ટ્રેન સપ્તાહમાં ચાર દિવસ, શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવારે દોડાવાશે. ભવિષ્યમાં પ્રવાસીઓની માંગને આધારે ટ્રેનોની ફેરી વધારવાનો નિર્ણય લેવાશે. ટ્રેનમાં પ્રવાસ કરનારા મુસાફરોનું થર્મલ સ્ક્રીનિંગ તેમજ તેમના લગેજને પણ સેનિટાઈઝ કરવામાં આવશે.

Related Post

Verified by MonsterInsights