અમદાવાદ : શહેરનાં વેજલપુર વિસ્તારમાં રહેતી એ પરિણીતાએ તેની બંન્ને જેઠાણી અને નણંદ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે, તેના પતિનું કોરોનામાં અવસાન થયું હતું. ત્યાર બાદ તેણે જેઠાણી અને નણંદ અવારનવાર માનસિક ત્રાસ આપીને પરેશાન કરતા હતા. આ ઉપરાંત વારંવાર તેનું અપમાન કરીને તેને માર પણ મારતા હતા. ઘરમાંથી કાઢી મુકવાની વાત કરતા હતા. સમગ્ર મુદ્દે પરિણીતાએ ફરિયાદ દાખલ થતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
વેજલપુર વિસ્તારમાં રહેતી એક મહિલા પોતાનાં બાળકો અને પરિવર સાથે રહે છે. પતિ એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. જો કે 2021 ના મે મહિના દરમિયાન પતિનું કોરોનામાં અવસાન થતા તેના પર આભ ફાટી પડ્યું હતું.મહિલાનાં 2009માં લગ્ન થયા હતા. જો કે પતિનું મોત થતા સાસરીયાઓનાં વર્તનમાં અચાનક બદલાવ આવી ગયો હતો.
સાસરીયા અને નણંદ દ્વારા તેના પર વિચિત્ર આક્ષેપો કરવાનું શરૂ કરી દીધું હતું. વાતોવાતોમાં મહેણા મારવા, કામ યોગ્ય નહી કરતા હોવાની ફરિયાદ અને પતિની કોરોનાના નામે હત્યા કરી હોવાનું માનસિક ટોર્ચર શરૂ કર્યું હતું. નણંદ દ્વારા મારા ભાઇ સાથે લગ્ન કરીને અમારી જિંદગી બગાડી હોવાનાં મ્હેણા મારવાનું શરૂ કર્યું હતું. હદ તો ત્યારે થઇ જ્યારે પરણિતાને માર મારીને બહાર કાઢી મુકી હતી.