અમદાવાદ : સોલા સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓ એક સાથે હડતાલ પર ઉતરી જતા અનેક વિભાગોની કામગીરી ઠપ્પ થઇ છે અને તેની સીધી અસર દ ર્દીઓ અને તેમના સ્વજનો પર પડી રહી છે. મોટા ભાગના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હડતાલ ને કારણે વિભાગોનું સંચાલન ખોરવાયું છે, હડતાલ ને કારણે દર્દીઓ અને તેમના સ્વજનો હેરાન થઇ રહ્યાં છે.
સોલા સિવિલ હોસ્પિટલમાં કામ કરતા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ ફરિયાદ છે કે તેમને અનિયમિત પગાર ચુકવવામાં આવે છે. જેને લઈને સોલા સિવિલ હોસ્પિટલમાં ટેકનિશિયન, ડેટા ઓપરેટર, ફાર્માસિસ્ટ, ડ્રાઇવર, ઓટી આસિસ્ટન્ટ વગેરે કોન્ટ્રાક્ટ પર કામ કરતા 300 જેટલા કર્મચારીઓ એક સાથે હડતાલ પર ઉતરી ગયા છે.