ધનવંતરી કોવિડ હોસ્પિટલના તબીબોને ICU અને ઇમરજન્સી સેવાની તાલીમ આપવામાં આવશે. એક અઠવાડિયા સુધી ચાલનારા આ કોર્ષમાં 30 કરતા વધુ ક્ષેત્રના તબીબોને ટ્રેનિંગ આપવામાં આવશે.
અમદાવાદ સ્થિત ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં કાર્યરત તબીબો માટે વિશેષ સર્ટિફિકેટ કોર્ષ શરૂ કરાયો. કોવિડ સ્પેશિયાલિસ્ટ સર્ટિફિકેટ પ્રોગ્રામ અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી તરફથી તાલીમના અંતે સર્ટિફિકેટ આપવામાં આવશે.
ભવિષ્યમાં જરૂરિયાત ઉભી થાય તો સ્કીલ્ડ તબીબો રાજ્યને મળી રહે એવો પ્રયાસ કરાઈ રહ્યો છે. ધનવંતરી કોવિડ હોસ્પિટલના કુલ 127 તબીબોની 30 – 30 ના ગ્રુપમાં વહેંચણી કરી તાલીમ આપવામાં આવશે. 5 બેચના માધ્યમથી રોજિંદી ટ્રેનિંગ આપવામાં આવશે.
ધનવંતરી કોવિડ હોસ્પિટલના તબીબોને ICU અને ઇમરજન્સી સેવાની તાલીમ આપવામાં આવશે. એક અઠવાડિયા સુધી ચાલનારા આ કોર્ષમાં 30 કરતા વધુ ક્ષેત્રના તબીબોને ટ્રેનિંગ આપવામાં આવશે. દિવસમાં બે કલાકની ટ્રેનિંગ દરમિયાન ICU માં પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં આવશે.
અમદાવાદ સિવિલ બાદ સૌથી વધુ દર્દીઓ ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં આવે છે. બી.જે.મેડિકલ કોલેજના શ્રેષ્ઠ તબીબો દ્વારા અહીં તાલીમ આપવામાં આવશે. ત્રીજી લહેર આવે અને પીડિયાટ્રિક વિભાગ પર વધુ લોડ પડે એવી શક્યતા છે ત્યારે એ અંગે પણ તાલીમ આપવામાં આવશે. ઓક્સિજન ICU કેર માટે પણ ખાસ ટ્રેનિંગ પુરી પાડવામાં આવશે.