Fri. Dec 27th, 2024

અમદાવાદ : હાઈકોર્ટે અરજી ફગાવી સાસુને 10 હજારનો દંડ ફટકાર્યો, વહુ સામે સાસુએ કરી વિચિત્ર અરજી

અમદાવાદ : સાસુ વહુના ઝઘડાનો વિચિત્ર કિસ્સો હાઇકોર્ટ સમક્ષ આવ્યો છે, પરંતુ હાઇકોર્ટે અરજદાર સાસુની આકરી ઝાટકણી કાઢી 10 હજારનો દંડ કર્યો છે. કોર્ટમાં છૂટાછેડાનો કેસ ચાલતો હોવા છતાંય પુત્રવધુએ પોતાને સરકારી નોકરી માટે કુંવારી બતાવતા સાસુ દ્વારા અરજી કરાઈ હતી, જોકે કોર્ટે આકરું વલણ દાખવતા કહ્યું કે આ પ્રકારની અરજી આ પહેલાં જોઈ કે સાંભળી નથી..


કોર્ટે એમ પણ કહ્યું કે આ પ્રકારની અરજી કરીને કોર્ટનો સમય બગાડવો ન જોઈએ. વકીલને પણ ટકોર કરતા કોર્ટે કહયું કે નવાઈ એ વાતની છે કે અરજદારને આવી અરજી કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું. વકીલ તરફથી કહેવામાં આવ્યું કે પુત્રવધુએ 2015 માં છુટાછેડા માટે અરજી કરી છે.

Related Post

Verified by MonsterInsights