અમદાવાદ : રાજ્યના GST વિભાગે બોગસ બિલિંગ મામલે બે શખ્સોની ધરપકડ કરી છે. કરચોરી કરવાના આરોપસર બોગસ બિલીંગ કરીને મોહંમદ અબ્બાસ મેઘાણી ઉર્ફે MM તેમજ શબાના અસલમ કલીવાલાની ધરપકડ કરાઈ છે.
આરોપી મોહમ્મદ અબ્બાસ દ્વારા 25 પેઢીઓમાં 739 કરોડના બોગસ બિલ ઈસ્યુ કરાયા હતા. આ બોગસ બીલિંગ થકી 135 કરોડની ટેક્સ ક્રેડીટ મેળવી સરકારને નુકસાન પહોચાડ્યું હતું. તો શબાનાએ 87 કરોડની કરચોરી કરી 16 કરોડની ટેક્સ ક્રેડીટ મેળવી સરકારને આર્થિક નુકસાન પહોચાડ્યું હતું.