અમરેલી : અમરેલી એસપી(SP ) નિર્લિપ્ત રાય સહિતનો પોલીસ કાફલો જિલ્લાના દરિયાકાંઠે જાફરાબાદના સરકેશ્વર બીચ પર નહાવા ગયા હતા. દરમિયાન એસપી(SP )નિર્લિપ્ત રાય સહિતના પોલીસ અધિકારીઓ દરિયામાં તણાવા લાગ્યા હતા. પોલીસ કોન્સ્ટેબલ ડૂબી જતાં અફડા તફડી મચી ગઈ હતી.
તે દરમિયાન જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય બચાવવા ગયા અને ડૂબવા લાગ્યા હતા. કેટલાક પોલીસ કર્મચારી પણ તેની પાછળ ગયા હતા. જો કે પોલીસ કોન્સ્ટેબલ વધારે અંદર તણાયો હતો. જેથી આસપાસના લોકો તેની મદદ માટે દોડી આવ્યા હતા. જોકે, જિલ્લા પોલીસ વડા ડુબતા હાજર રહેલા લોકો જીવ તાળવે ચોંટ્યા હતા.
જો કે સદભાગ્યે એક મોટી દુર્ઘટના ટળી હતી. નિર્લિપ્ત રાય અને પોલીસ કોન્સ્ટેબલ બંનેને બચાવી લેવામાં આવ્યા હતા. વાયુવેગે દ્વારા આ બનાવના સમાચાર પ્રસરી ગયા હતા. જેની જાણ તાત્કાલિક 108 ને કરવામાં આવી હતી, એમ્બ્યુલન્સ દ્વારા તમામને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી જો કે એસપીSP ) નિર્લિપ્ત રાયની તબિયત લથડતાં તેને જાફરાબાદ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
નિર્લિપત રાય 2010 બેચના આઈપીએસ બન્યા હતા. તે પહેલાં તેઓ આઈઆરએસ હતા. તે દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. પોલીસ સેવામાં જોડાયા બાદ પ્રોબેશન પર તે હિંમતનગરમાં હતા. ત્યારબાદ તેને ક્રાઇમ બ્રાંચના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર તરીકે પોસ્ટ કરાયા હતા. જ્યાંથી તેને ઝોન 7 માં નાયબ પોલીસ કમિશ્નર તરીકે બઢતી આપવામાં આવી હતી. આ સમય દરમિયાન નિર્લિપ્ત રાયની ઘણી વાર બદલી કરવામાં આવી હતી. ડીસીપી તરીકે નિર્લિપ્ત રાયનો કાર્યકાળ લાંબો હતો. તેઓ અમદાવાદથી સુરત ડીએસપી તરીકે મુકાયા હતા. નિર્લિપ્ત રાયને ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ડીએસપી તરીકે મુકાયા હતા. હાલ નિર્લિપ્ત રાય અમરેલી એસપી તરીકે ફરજ બજાવી રહ્યા છે.