અમરેલી : રાજુલામાં વનકર્મીઓની દુકાનદાર સામે દાદાગીરીની ઘટના સામે આવી છે. વનવિભાગના કર્મચારીઓએ દુકાનદારને ધમકી આપી હતી અને કહ્યું કે ગામમાં લટાર મારતા સિંહના CCTV ફૂટેજ મીડિયાને આપવા નહીં. આ CCTV દુકાનની સુરક્ષા માટે છે, જાનવરના વીડિયો વાયરલ કરવા માટે નહીં.
સિંહ આરક્ષિત પ્રાણી હોવાથી શૂટિંગ ના ઉતારી શકાય એવું કહી વનવિભાગના કર્મચારીઓએ દુકાનદારને ધમકી આપી હતી. મીડિયામાં વીડિયો આવવાને કારણે વનકર્મીઓની બેદરકારી છતી થઇ છે. પોતાની બેદરકારીને દબાવવા વનકર્મીઓ દાદાગીરી કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. વનકર્મીઓની દાદાગીરી સામે ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.