અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ અને પીપાવાવ કોસ્ટલ વિસ્તારમાં સારા વરસાદને કારણે ધાતરવડી-2 ડેમ પાણીથી છલોછલ થઈ ગયો છે. હાલ ધાતરવડી-2 ડેમ પાણીથી 90 ટકા ભરાઈ જતાં હાઇએલર્ટ પર રાખવામાં આવ્યો છે.
અહીં અગાઉથી તંત્ર દ્વારા પાણીની સતત આવક વધતા જ ડેમનો 1 દરવાજો રૂલ લેવલ જાળવવા માટે 0. 0125 મીટર ખોલી નાખવામાં આવ્યો છે. હાલમાં પ્રતિ સેકન્ડ 47 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ રહી છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ હાલ ડેમમાં ધાતરવડી ડેમ-1 માંથી પાણીની સતત આવક વધી રહી છે.