ભાવનગરના કોંગ્રેસના ધારાસભ્ય કનુ બારૈયાએ ભાજપ સરકાર પર હાઈવે મુદ્દે આકરા પ્રહાર કર્યા હતા. ધારાસભ્ય કનુ બારૈયાએ આક્ષેપ કર્યા હતા કે ભાવનગરથી સોમનાથ નેશનલ હાઈવે વર્ષોથી બની રહ્યો છે તેનું કામ પૂર્ણ થતું જ નથી. બીજી તરફ હાઈવે ભાવનગરથી મહુવા સુધી પણ સારો બન્યો નથી.
આ હાઈવે પર અનેક ખાડાઓ છે. તેમ છતા ટોલ વસુલવામાં આવી રહ્યો છે. લોકોને આ રસ્તા પરથી પસાર થવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ ધારાસભ્યએ ચિમકી ઉચ્ચારી હતી કે તંત્ર દ્વારા હાઈવેનું સમારકામ 10 દિવસમાં નહીં કરવામાં આવે તો તેઓ કલેકટર ઓફિસ સામે ધરણા કરશે.