રાજ્યમાં કોરોના ની સ્થિતિ કાબુ માં આવ્યા બાદ હવે ફરીથી બાળકો નું શિક્ષણ પાટા ઉપર ચડાવવા ના પ્રયાસો શરૂ થયા છે અને પ્રારંભિક તબક્કામાં ધોરણ 12 અને કોલેજ શરૂ કરાયા બાદ હવે આજથી ધોરણ 9થી 11ની ઓફલાઈન સ્કૂલ શરૂ કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓ પાસેથી વાલીઓના સંમતિપત્ર મેળવીને સ્કૂલે બોલાવવામાં આવ્યા છે. જેમાં સ્કૂલ જનાર વિદ્યાર્થીઓનું સેનિટાઈઝર અને થર્મલગનથી ટેમ્પરેચર માપીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. 50 ટકા કેપેસિટીને કારણે આજથી વિદ્યાર્થીઓને ઓડ-ઈવન પદ્ધતિથી શાળા માં અભ્યાસ શરુ કરવામાં આવ્યો હતો.
રાજ્ય માં સ્કૂલ સંચાલકો માં ખુશી જોવા મળી હતી કારણ કે ઓન લાઈન અભ્યાસ માં વિદ્યાર્થીઓ સ્કૂલ નહિ આવતા હોય પૂર્ણ રીતે ફી નહિ મળતા સ્કૂલો ચલાવવાની ભારે પડી ગઈ હતી અને સરકાર ને સ્કૂલ ચાલુ કરવા રજૂઆતો પણ કરી હતી પરિણામે સ્કૂલો ચાલુ થતા હવે ફી આવવા લાગતા સ્કૂલો ના ખર્ચ અને સ્ટાફ નો પગાર પણ નીકળી શકશે કારણ કે તેઓ નો રોજગાર પણ ચાલશે અને બાળકો ને ઘરે જે શિક્ષણ ઓન લાઈન થી સારું નહિ મળતું હતું તે ઓફ લાઈન થી સારું શિક્ષણ પણ પ્રાપ્ત થશે પણ કોરોના હજુ ગયો નહિ હોવાથી બાળકો ની ચિંતા પણ હોય વાલીઓ મુંઝવણ અનુભવી રહયા છે.