Mon. Dec 23rd, 2024

આજે અમદાવાદમાં RFOની પરીક્ષા યોજવામાં આવી, 66 કેન્દ્રો પર કોરોના ગાઈડલાઈન સાથે પરીક્ષા શરૂ થઈ

અમદાવાદમાં આર.એફ.ઓ. પરીક્ષા યોજવામાં આવી છે. જેમાં 66 કેન્દ્રો પર 15 હજાર 771 ઉમેદવારો નોંધાયા છે. ઉમેદવારોની બેઠક વ્યવસ્થા પણ કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને સામાજિક અંતર સાથે કરવામાં આવી છે.

એક વર્ગમાં 24 વિદ્યાર્થીને બેસાડવામાં આવશે. સવારે 10થી 1 અને બપોરે 3થી 6 કલાક દરમ્યાન 100-100 ગુણના બે પેપર લેવામાં આવશે. પરીક્ષા પૂર્ણ થયા પછી પણ વિદ્યાર્થીઓને એક સાથે બહાર જવા દેવાશે નહીં પરંતુ એક પછી એક વર્ગ છોડવાનું આયોજન છે. પરીક્ષામાં કોરોનાથી સંક્રમિત ઉમેદવાર માટે અલગ બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

 

Related Post

Verified by MonsterInsights