Fri. Dec 27th, 2024

આણંદ નજીક ટ્રક અને કાર ભટકાતા એક જ પરિવારના 10 સભ્યોનું કરૂણ મોત

આણંદ: આણંદ અકસ્માતમાં ટ્રક અને કાર વચ્ચે દુ: ખદ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના 9 લોકોનું ઇકો કારમાં કરૂણ મોત નિપજ્યું છે. આ અકસ્માત તારાપુર ઇન્દ્રજ નજીક બન્યો હતો.

પ્રાથમિક માહિતી અનુસાર, અકસ્માત સવારે 6 થી 6.30 ની વચ્ચે થયો હતો. ઇકો વાહન નંબર GJ 10 VT 0409 અકસ્માતમાં સામેલ થયો હતો. ભાવનગરનો પરિવાર એક ઇકો કારમાં સુરતથી ભાવનગર જઇ રહ્યો હતો. ઇકો કારમાં એક જ પરિવારના 9 સભ્યો હતા. તારાપુરથી 15 કિલોમીટર દૂર બગોદરા નજીક કાર ટ્રક સાથે ટકરાઈ હતી. ઇકો કાર ભાવનગર તરફ જઈ રહી હતી અને ટ્રક બગોદરા તરફ જઈ રહી હતો. દરમિયાન, અકસ્માત સર્જાતા કારમાં બેઠેલા તમામ 9 લોકોનાં મોત નીપજ્યાં છે.

જોકે, પરિવારની ઓળખ હજી જાણવા મળી નથી. અકસ્માત સર્જી ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર ગયો હતો. ઘટનાને પગલે તારાપુર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તમામ મૃતકોને તારાપુર રેફરર હોસ્પિટલમાં ખસેડાયા હતા.

Related Post

Verified by MonsterInsights