કોરોનાની ગતિ મંદ પડતા રાજ્ય સરકારે લગાવેલા વિવિધ નિયંત્રણો હળવ કરવાનો નિર્ણય લીધો છે. બીજી બાજુ, રાજ્ય 27 જૂનથી 50 ટકા ક્ષમતાવાળા થિયેટરો અને મલ્ટિપ્લેક્સ શરૂ કરી રહ્યા છે. કોરોનાની બીજી તરંગ દરમિયાન છેલ્લા દોઢ મહિનાથી થિયેટરો બંધ છે. કોરોના સમયગાળા દરમિયાન થિયેટર ઉદ્યોગને બારસો કરોડથી તેરસો કરોડ રૂપિયાની ખોટ થઈ છે.
કોરોના બીજી લહેરમાં અંદાજે દોઢ માસ જેટલો સમય બંધ રહ્યા થિયેટર
થિયેટર 27 મીથી શરૂ થશે
થિયેટર 50 ટકા ક્ષમતા સાથે શરૂ થશે
થિયેટર ઉદ્યોગને 1200 થી 1300 કરોડનું નુકસાન
બોલિવૂડ મૂવી જુલાઈ મહિનામાં રિલીઝ થશે
બંધ થિયેટરો ફરીથી ખોલવામાં આવી રહ્યા છે .. જેમાં ગુજરાતી અને અંગ્રેજી ફિલ્મો રિલીઝ થશે તે બતાવવામાં આવશે.. સિનેમાં ઘરમાં છુટછાટ મળવાના સમાચાર મળતા રંગીલા રાજકોટના યુવાકોનો ઉત્સાહ વધ્યો છે..27મી તારીખે સિનેમા ઘર ખોલવામાં આવશે..યુવકોએ નાઈટ શો પણ શરૂ કરવાની માંગ કરી છે.