ભાવનગર માં છેલ્લા એક મહિનાથી રોગચાળામાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોના સમાપ્ત થઈ ગયો હોય તેવી સ્થિતિ છે પરંતુ મચ્છરજન્ય રોગચાળો ખુબજ ચિંતાનો વિષય બન્યો છે.
જેમાં ખાસ કરીને ડેન્ગ્યુના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ભાવનગર સર.ટી. હોસ્પિટલમાં છેલ્લા એક મહિનામાં સરેરાશ 100 થી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા છે અને 30 થી 40 ડેન્ગ્યુના દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં નોંધાઈ રહ્યા છે.
ત્યારે મનપાના કમિશનર દ્વારા લોકોને અપીલ કરાઈ છે કે ઘરની આજુબાજુ કે ઘરના બંધારામાં ભરાઈ રહેતા પાણીનો નિકાલ કરે. તેમજ મચ્છરના ઉપદ્રવને નિવારવા મનપા દ્વારા હાલ ફોગીંગ અને દવા છટકાવ જેવી કામગીરી હાથ ધરવામાં આવી છે.