અમદાવાદ: દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે ગુજરાત પહોંચ્યા છે. આજે તેમની હાજરીમાં પત્રકાર ઇસુદાન ગઢવી વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા. અરવિંદ કેજરીવાલે બુકે અને ખેસ પહેરાવી પાર્ટીમાં તેમનું સ્વાગત કર્યું હતું.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમના સ્વાગતમાં કહ્યું કે, આજે અમદાવાદ એરપોર્ટ પર એક કર્મચારીએ મને કહ્યું, ‘હું તમારી સાથે સેલ્ફી લેવા માંગુ છું.’ તેણે સેલ્ફી લીધી અને મને પૂછ્યું કે તમે કેમ અહીં આવ્યા છો? તેથી તેમણે કહ્યું, “હું આજે આવ્યો છું કારણ કે ઇસુદાન ગઢવી આપમાં જોડાવા જઈ રહ્યા છે. તો તેમણે કહ્યું કે ઈસુદાન ગઢવી ગુજરાતના કેજરીવાલ છે.
તેમણે આજે વલ્લભ સદનની મુલાકાત લીધી હતી. ગુજરાતમાં આપના રાજકારણની શરૂઆત મંદિરથી થઈ. તેમજ, કેજરીવાલે વલ્લભ સદન શ્રી નાથજીના મંદિરે એક પત્રકાર પરિષદ યોજી હતી. કેજરીવાલે વલ્લભ સદન શ્રીજી ચરણમાં પૂજન કર્યું. પૂજન બાદ તેમણે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.