કહેવત છે કે વહેમની કોઇ જ દવા નથી કોઇ વ્યક્તિનાં મગજમાં એકવાર શંકા પેદા ઘર કરી જાય તો તે પણ સમજતો નથી. આવી શંકા-કુશંકાની ઘટનામાં ભાઇઓએ જ ભાઇની હત્યા કરી દીધાની ઘટના સામે આવી છે. આ ઘટનાથી સમગ્ર ગામમાં ચકચાર મચી ગઇ છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, દેવગઢબારીયા તાલુકાના ભુવાલ ખાતે પ્રવીણ ગોપસિંહ પટેલને પોતાની પત્નીના કૌટુંબીક ભાઇ બુધાલાલ પટેલ સાથે આડા સંબંધો હોવાનો વ્હેમ હતો. ઘટના અંગે સમગ્ર ગામમાં ચકચાર મચી છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
દેવગઢબારીયા તાલુકાના ભૂવાલ ખાતે રહેતા પ્રવીણ ગોપસિંહ પટેલને પોતાની પત્નીને કૌટુંબિક ભાઇ બુધાભાઇ પટેલ સાથે આડા સંબંધો હોવાનો વ્હેમ મગજમાં ભરાયો હતો. જેના કારણે અનેક વખત તકરાર કરી ચુક્યો હતો. જો કે હવે તો હદ પાર થઇ ચુકી છે. કૌટુમ્બીક ભાઇ બુધાભાઇની હત્યા કરી દીધી હોવાનું સામે આવ્યું છે.
આડા સંબંધોની આશંકાએ પ્રવીણ પટેલે નજીકનાં ખેતરમાં કામ કરી રહેલા બુધાભાઇ પટેલને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યાર બાદ આરોપીએ ઘરે જઇને કાકાને જાણ કરી હતી કે, બુધાભાઇને મારી પત્ની સંગિતા સાતે આડા સંબંધો હતા. જેના પગલે તેની હત્યા કરી નાખી હતી. ગામના સરપંચ સહિત અગ્રણીઓએ મૃતકના ઘરે જઇને પિતાને આ વાતની માહિતી આપતા પરિવારનાં પગ નીચેથી જમીન ખસી ગઇ હતી.