Ahmedabad : ચાર દિવસ પહેલા અમદાવાદના સુભાષ બ્રિજ વિસ્તારમાં આવેલી મેટ્રોપોલ હોટલ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને રૂ. 78.31 લાખની વેટ ચોરી કરાઈ હતી. સુભાષ બ્રિજ વિસ્તારમાં આવેલી મેટ્રોપોલ હોટેલ પાસે લીકરના વેચવાનું સત્તાવાર પરવાનો છે. તે આ પરવાના હેઠળ લિકર વેચે છે. તેને 65 ટકાના દરે વેટ ચૂકવાનું આવે છે.
વેટ કચેરીના અમદાવાદ અને વડોદરા કચેરીના અધિકારીઓ દ્વારા ચાર દિવસ પહેલા હોટલ પર દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન મેટ્રોપોલ હોટલના માલિકોએલીકરના કુલ વેચાણ કરતા ઓછું વેચાણ બતાવ્યું હતું. તેનું વેચાણ રૂ. 78.31 લાખ ઓછું દર્શાવ્યું હતું. તેણે લીકરનું બિનહિસાબી વેચાણ કર્યું હોવાનું પણ જાણવા મળ્યું હતું.
દરોડા દરમ્યાન લીક થયેલી વિગતોમાં હોટલએ બિનહિસાબી વેચાણ ઉપરાંત ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટની જોગવાઈ હેઠળ ગુડ્સની વેરાશાખ ઇનપુટ ટેક્સ ક્રેડિટ લીધી હોવાનું પણ બહાર આવ્યું છે.
હકીકતમાં આ કર ક્રેડિટ તેમને મેળવી શકતી નથી. છતાં તેણે વેરાશાખ-ઇનપુટ ટેક્સ ક્રેડિટ પણ લીધી. દરોડા બાદ લીકરના વેચાણ માટે રૂ. 45.96 લાખ અને રૂ. 18.25 લાખ મળીને રૂ. 64. 21 લાખ વસૂલ્યા હતા. જોકે, બાતમી મળી રહી છે કે આ દરોડામાં મોટા સેટિંગ થયા હોવાની બજારમાં જોરદાર ચર્ચા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.