ગુજરાત : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય ના એક રીપોર્ટમાં ખુલાસો થયો છે કે, કોરોનાની બીજી લહેર દરમિયાન ગુજરાતમાં 91 ટકા કેસો પાછળ ડેલ્ટા વેરીએન્ટ જવાબદાર હતો. આ રીપોર્ટ માટે અમદાવાદ માંથી 174 સેમ્પલ લેવામાં આવ્યાં હતા જેમાંથી 158 એટલે કે 91 ટકા સેમ્પલમાં કોરોનાનો ડેલ્ટા વેરીએન્ટ હોવાનું જાણવા મળેલું છે.
જયારે દેશમાં 80 ટકા કેસોમાં ડેલ્ટા વેરીએન્ટ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. આ માહિતી કોવીડ ટાસ્કફોર્સના ડો.એન.કે.અરોરા દ્વારા આપવામાં આવી છે . હાલમાં બ્રિટેન, અમેરિકા, સિંગાપોર સહીત દુનિયાના 80 થી વધુ દેશોમાં ડેલ્ટા વેરીએન્ટની હાજરી છે.