કોરોનાની બીજી લહેર દરમિયાન વિપરિત પરિસ્થિતિ સર્જાઈ હતી જેમાં કોરોના સારવાર માટે આવનાર દર્દી જો 108માં આવે તો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા હતા. જ્યારે અન્ય પ્રાઈવેટ વાહન કે ગાડીમાં આવતા દર્દીઓને ગેટથી જ પાછા જવું પડતું હતું જો કે હવે RTI માં એક મોટો ખુસાલો સામે આવ્યો છે.
RTIમાં બહાર આવી વિગત
કોરોનાની બીજી લહેર દરમિયાન અમદાવાદ શહેરની તમામ હોસ્પિટલમાં 108 એમ્બ્યુલેન્સ વગર ભરતી કરાતી ન હતી ત્યારે RTI માં જાણવા મળ્યું છે કે હોસ્પિટલોને એવો કોઈ જ ઓર્ડર આપવામાં આવ્યો નહોતો જેથી હોસ્પિટલો દર્દીને સારવાર માટે આવેલા દર્દીને લેવાનો ઈન્કાર કરી શકે.
કોઈ પણ હોસ્પિટલ પાસે ન હતો ઓર્ડર
RTIની વિગત પ્રમાણે હોસ્પિટલો પાસે 108 વિના દાખલ ન કરવાનો કોઈ ઓર્ડર જ ન હતો તેમજ હોસ્પિટલો પાસે આ પ્રકારનો કોઈ ઓર્ડર ન હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે AMC સંચાલિત 3 હોસ્પિટલો અને હેલ્થ વિભાગે જુદા-જુદા જવાબ આપ્યા છે. જેમાં એક હોસ્પિટલે કહ્યું કે અમારી પાસે આ પ્રકારનો કોઈ પણ પરિપત્ર ન હતો. જ્યારે બીજી હોસ્પિટલે પણ કહ્યું કે અમે AMCની મૌખિક સૂચનાઓનો અમલ કર્યો છે.
કોરોનાની બીજી લહેરમાં દર્દીઓને થઈ હતી મુશ્કેલી
ઉલ્લેખનિય છે કે કોરોનાની બીજી લહેર દરમિયાન આરોગ્યની સુવિધાઓની સ્થિતિ કથડી હતી અને જ્યારે સામાન્ય દર્દીઓને સારવાર કરવા આવતા ત્યારે ભારે હાલાકીનો સામેનો કરવાનો વારો આવ્યો હતો. જેમાં કેટલાક દર્દીઓને યોગ્ય સમયે સારવાર ન મળતા જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો હતો
108માં 48 કલાકનું ચાલતું હતું વેઈટિંગ
કોરોનાની બીજી લહેરમાં 108 એમ્બ્યુલેન્સમાં દર્દીને હોસ્પિટલમાં બેડ પણ ઉપલબ્ધ થતા નોહતા એટલું જ નહીં 108માં પણ 48 કલાકનું વેંટિંગ ચાલતું હતું. જેના લીધે આરોગ્યની સ્થિતિ કથડી હતી અને ઓક્સિજનના અભાવે, સારવારના અભાવે કેટલાકય દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા જેને લઈ હવે તંત્રની અને આરોગ્યની સુવિધારોની કામગીરીને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે