ગાંધીનગર : GMERS સંચાલિત ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીને પિરસવામાં આવેલા ભોજનની દાળમાંથી ગરોળી નીકળી મળી આવતાં ચક્યાર મચી ગઈ હતી.બુધવારે બપોરના રોજ બની આ ઘટના બની હતી. ચોંકાવનારી વાત સમગ્ર હોસ્પિટલમાં પ્રસરતાની સાથે ભોજન આરોગનારા દર્દીઓમાં ફફડાટ ફેલાયો હતો.
ભોજન લેનારા દર્દીઓને 36 કલાક સુધી ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા હતા. ઓબ્ઝર્વેશન દરમિયાન તમામ દર્દીઓની તબિયત સ્થિર હતી.
જો કે કોઇ દર્દીના આરોગ્યને માઠી અસર થવા પામી હોવાની વિગતો બહાર આવી નથી. દરમિયાન વોર્ડમાં હાજર નર્સે ડાયેટીશિયનને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતાની સાથે અક્ષયપાત્રના સંચાલકો ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતાં અને તપાસ હાથ ધરી હતી .ત્યારે તાકિદે દોડી આવેલા ડાયેટિસિયને અક્ષયપાત્રના ટિફીન અને બાઉલની ચકાસણી કરી સિવિલ સુપ્રિટેન્ડેન્ટને ઘટનાની જાણ કરી હતી. તેઓ પણ વોર્ડમાં દોડી આવ્યા હતાં અને ચકાસણી હાથ ધરીદર્દીઓના આરોગ્યની ચકાસણી કરી હતી.