Sun. Dec 22nd, 2024

ગાંધીનગર : 20 જિલ્લામાં શૂન્ય કેસ, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 27 કેસ નોંધાયા

કોરોના કાળ ભલે પૂર્ણતાને આરે હોય પરંતુ છેલ્લા 24 કલાકમાં દૈનિક કેસની સંખ્યામાં વધારો થયો છે. જોકે સતત 12મા દિવસે મૃત્યુઆંક શૂન્ય નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નવા 27 કેસ નોંધાયા છે, જ્યારે 35 દર્દીઓ કોરોના સામેનો જંગ જીત્યા છે.


ગુજરાતમાં વેન્ટિલેટર પરના દર્દીની સંખ્યા 6 પર પહોંચી છે. જ્યારે સક્રિય કેસો ઘટીને 252 પર પહોંચ્યા છે. કોરોનાથી રાજ્યમાં કુલ 8.14 લાખ દર્દીઓ સાજા થયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 10 હજાર 76 પર સ્થિર થયો છે. તો રાજ્યના કુલ 20 જિલ્લાઓમાં શૂન્ય કેસ નોંધાયા છે. મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં 10 કેસ અને વડોદરામાં 3 કેસ નોંધાયા છે. તો સુરતમાં 2 અને રાજકોટમાં 1 કેસ નોંધાયો છે.

Related Post

Verified by MonsterInsights