ગીર સોમનાથ : હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. સમયસર વરસાદ થતાં ખેડુતો ખુશ થયા છે.
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા, કોડીનાર અને ઉનામાં પણ વરસાદદી માહોલ છે. જૂનમાં અરબી સમુદ્રમાં એક પણ વરસાદની વ્યવસ્થા રચાઇ નથી.
જેના કારણે ગુજરાતનાં મોટાભાગનાં જિલ્લાઓમાં જૂન મહિનામાં વરસાદનો ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ ગુજરાતમાં જુલાઈ મહિનામાં એક પછી એક વરસાદની સિસ્ટમ બની રહી છે.
આ હળવા હવાના દબાણને કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ ભારે વરસાદ થશે. તેનાથી ખેડુતોમાં વાવણી યોગ્ય વરસાદ મળી રહેશે. સૌથી વધુ વરસાદનો ઘટાડો પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ગાંધીનગર અને દાહોદમાં જોવા મળી રહ્યો છે.