Mon. Dec 23rd, 2024

ગીર સોમનાથ / તાઉતે વાવાઝોડાની સહાય ન મળતા વિરોધ, સોમનાથ -ભાવનગર હાઇવે પર ખેડૂતોએ ચક્કાજામ કર્યો

ગીર સોમનાથ : સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે ખેડૂતોએ સોમવારે ચક્કાજામ કર્યો હતો. જેમાં તાઉતે વાવાઝોડાના અસરગ્રસ્તોને હજુ સુધી સહાય ના મળતા ભાજપ સરકાર વિરોધમાં નારા લગાવવામાં આવ્યા હતા.કિસાન સંઘ અને ખેડૂતો એ હાઈવે બ્લોક કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

આ દરમ્યાન ખેડૂતના સમર્થનમાં વિરોધ પ્રદર્શનમાં કોડીનારના કોંગ્રેસના ધારાસભ્ય આવ્યા હતા, અને રસ્તા વચ્ચે જ ધરણા પર બેસી ગયા હતા. હાઈવે પર ચક્કાજામના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

 

પોલીસ દ્વારા ધરણા બંધ કરવા ધારાસભ્યને સમજાવટના પ્રયાસો કરાયા હતા. પોલીસની સમજાવટની કોઈ અસર ના થતા પોલીસે કોંગ્રેસી ધારાસભ્યને ટીંગાટોળી કરી વાનમાં બેસાડવાની ફરજ પડી હતી.

Related Post

Verified by MonsterInsights