25 જુલાઈને રવિવારના રોજ રાજ્યમાં બે કરૂણાંતિકાઓ સર્જાઈ. ગીર-સોમનાથના ઉનામાં પિતા અને બે પુત્રોના ડૂબી જવાથી મૃત્યું નિપજ્યાં તો બીજી બાજુ ઉંઝામાં જળાશયમાં ન્હાવા પડેતા 4માંથી બે યુવકોનાં ડૂબ્યા છે જેમની હજી સુધી કોઈ ભાળ મળી નથી.
ગીર-સોમનાથની વાત કરીએ તો ઉના તાલુકાના મોટા ડેસર ગામે માલધારી પોતાના ઘેટા-બકરા ચરાવવા નીકળ્યા હતા. આ દરમિયાન તળાવના કાંઠે તેઓ ઘેટા-બકરાને નવડાવી રહ્યા હતા. ત્યારે તેમનો પગ લપસતા તેઓ ડૂબવા લાગ્યા હતા.

પિતાને ડૂબતા જોઈ તેમને બચાવવા માટે તેમના બે પૂત્રો પણ તળાવમાં પડ્યા. પરંતુ તળાવના કિચડના કારણે ત્રણેયનું તળાવના પાણીમાં ડૂબી જવાથી મૃત્યું થયું હતું. એક જ પરિવારના ત્રણ લોકોનાં મોતથી નાના એવા ગામમાં શોકની લાગણી પ્રસરી હતી.
બીજી બાજુ ઉંઝા તાલુકાના વણાગલા ગામે સીમમાં 4 કૌટુંબિક ભાઈઓમાંથી બકરીઓ ચરાવવા ઘરેથી નીકળ્યા હતા. આ દરમિયાન તેઓ જળાશયમાં ન્હાવા પડ્યા હતા. જેમાંથી બે યુવો ડૂબ્યા હતા. જેમની મોડી રાત સુધી શોધખોળ કરવા છતાં કોઈ ભાળ મળી નથી. તેથી આજે ફરી તેમની શોધખોળ હાથ ધરાશે.
