કોરો રોગચાળો ઓછો થતાં રાજ્ય સરકાર માસ્ક ન પહેરવા બદલ દંડ ઘટાડવાનો વિચાર કરી રહી છે અને હવે માસ્ક અંગેનો દંડ રૂપિયા રૂ.1000 થી ઘટાડીને રૂ.500 કરવા નામદાર હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરવા નિર્ણય કર્યો છે.
ગુજરાતમાં માસ્ક ના પહેરનારને રૂપિયા 1000નો નહી પરંતુ રૂપિયા 500નો દંડ આજે ગુજરાત સરકાર, ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરશે. ગુજરાત સરકારે આ પ્રકારની રજૂઆત કરવા સરકારના સંબધિત વિભાગને સુચના આપી દીધી છે. જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખીને માસ્ક નહિ પહેરવા બદલ દંડ રૂ. 1,000 થી ઘટાડીને રૂ 500 કરવા ગુજરાત હાઈકોર્ટને અનુરોધ કરવા રાજ્ય સરકારના સંબંધિત વિભાગોને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૂચના આપી છે.