Tue. Dec 24th, 2024

ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે ‘બિગ બી’

સુપરસ્ટાર અમિતાભ બચ્ચન એમ તો ઘણી ગુજરાતી ફિલ્મોમાં અભિનયનો જાદુ બતાવી ચૂક્યા છે પરંતુ હવે તેઓ વધુ એક ગુજરાતી ફિલ્મમાં કેમિયો કરતાં નજરે ચડશે. જેને લઈને ચાહકોની ઇંતેજરી વધી છે. ના એટલે જો તમે એવું સમજતા હોવ કે આ ફિલ્મ કે જેમાં બિગ બી દેખાવના છે એ માતર મહિલાઓ જ જોઈ શકશે તો એવું બિલકુલ નથી. આ તો ફિલ્મનું નામ છે.

આ ફિલ્મના નિર્માતા છે બિગ બીના મિત્ર એવા આનંદ પંડિત. આનંદ પંડિત અને વૈશલ શાહની અઆ ફિલ્મ એક પારિવારિક ફિલ્મ હશે જેમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચન કેમિયો કરતાં નજરે ચડશે. બિગ બી ફિલ્મમાં કેવી રીતે આવ્યા તે યાદ કરતાં આનંદ પંડિતે કહ્યું, “અમિત જી વિના કોઈપણ પ્રોજેક્ટની કલ્પના કરવી મારા માટે મુશ્કેલ બની રહી છે જેઓ વર્ષોથી મારા માટે ઘણી બધી રીતે મિત્ર, મેન્ટર અને ગાઈડ રહ્યા છે.

જે પળે મેં તેઓને પૂછ્યું કે શું તે ‘ફક્ત મહિલાઓ માટે’ ફિલ્મમાં કેમિયો કરશે, તેમણે તરત જ કહ્યું, ‘હા!’ તેણે સ્ક્રિપ્ટ સાંભળવાનું કે ડિરેક્ટર કોણ છે તે જાણવાનું પણ કહ્યું નહીં સીધા સેટ પર જ આવી ગયા હતા. આ પહેલીવાર છે જ્યારે અમિતજી ગુજરાતી ફિલ્મમાં ગુજરાતી પાત્ર ભજવી રહ્યા છે.

Related Post

Verified by MonsterInsights