ગુજરાતનું પ્રથમ શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે અંબાજી મંદિર સુવર્ણ મંદિર તરીકે પણ ઓળખાય છે અંબાજી મંદિરના શિખર ઉપર 365 કલર્સ છે અંબાજી મંદિર નું પ્રથમ શિખર 140 કિલો સોના દ્વારા સુવર્ણમય બની ગયું છે હવે સરકાર દ્વારા મંદિર સુવર્ણમય બનાવવાના દ્વિતીય ફેઝને અપાઈ મંજૂરી છે 225 કિલો સોના દ્વારા મંદિરના દ્વિતીય ફેઝની કામગીરી કરવામાં આવશે.
મુખ્ય શિખરના નીચેનો ભાગ, સભામંડપ અને નૃત્યમંડપ ને સુવર્ણમય બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે સોનું તેમજ મજૂરી સાથે હવે અંદાજીત 6 થી 7 કરોડ જેટલો થશે ખર્ચ અને દ્વિતીય ફેઝની કામગીરી માટે મંદિર પાસે 25 કિલો સોનું થયું છે પ્રાપ્ત અગાઉ 140 કિલો સોના દ્વારા મંદિરના શિખરને બનાવાયું છે સુવર્ણમય અંબાજી દર્શને આવતા યાત્રિકો મન મૂકીને સુવર્ણદાન અંબાજી મંદિરમાં કરી રહ્યા છે
અહેવાલ:વિક્રમ સરગરા,અંબાજી