Sun. Dec 22nd, 2024

ગુજરાત પોલીસના 10 ઓપરેશને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ કર્યો

યુવાધનને બરબાદ કરતા ડ્રગ્સના આંતરરાષ્ટ્રીય નેટવર્કને નિષ્ફળ બનાવવા ગુજરાત પોલીસ એલર્ટ છે. ગુજરાત પોલીસે ડ્રગ્સ માફિયાઓ સુધી પહોંચવા માટે કડક કાર્યવાહી કરી છે. ડ્રગ્સ નેટવર્કના આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલા નેટવર્કને ભેદવા ગુજરાત પોલીસ સક્રિય રહે છે.

ઇન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટનો ખાતમો બોલાવવામાં ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. ડ્રગ્સ માફિયા ભારતીય સરહદમાં ડ્રગ્સ ઘૂસાડ્યા પહેલા જ સમુદ્રમાં રંગેહાથ ઝડપાઇ રહ્યા છે. ગુજરાતના સમુદ્ર વિસ્તારમાં ATSનું સર્વેલન્સ ખૂબ જ કડક કરી દેવાયુ છે. ગુજરાત પોલીસની કાર્યવાહીથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓમાં ડર વધ્યો છે.

ગુજરાત એટીએસએ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કને તોડી પાડ્યુ છે જે અંતર્ગત 6 મહિનાની અંદર NDPS ના 422 કેસ નોંધાયા છે. 667 ડ્રગ્સ માફિયા તો જેલમા કેદ છે તેમજ 25 હજાર 699 કિલો ડ્રગ્સનો જથ્થો પોલીસે કબજે કર્યો છે. ડ્રગ્સ માફિયાઓના કોલ રેકોર્ડિંગ પણ મળી આવ્યા છે. મહત્વની વાત એ છેકે ગુજરાત પોલીસનો ડર પાકિસ્તાનમાં વધી ગયો છે.

ગુજરાત પોલીસે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓની ધરપકડ કરી છે. જેમાં 30 પાકિસ્તાની, 17 ઈરાની, 2 અફઘાનિસ્તાની, 1 નાઈજિરિયન ડ્રગ્સ માફિયા સામેલ છે.

Related Post

Verified by MonsterInsights