વ્યક્તિને પોતાના વજન કરતા વધુ વજન ઉંચકવાનુ હોય તો.ભલ ભલાને પરસેવો વળી જાય. ત્યારે આવી જ એક હરીફાઇમાં અમદાવાદના થલતેજના સ્ટુડિયો ૫૭ ફિટનેસ ફાર્મમાં ગુજરાત બેન્ચ પ્રેસ હરીફાઈ યોજાઇ હતી.
જેમા ૯૭.૫ કીલો વજન ઊંચકી ૮૩ કિલો વજન કેટેગરીમાં હિતેન્દ્ર કુમાર માયાવંશીએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ પર્ફોમન્સ બાદ હિતેન્દ્ર માયાવંશી નેશનલ બેન્ચ હરિફાઈ રમવા ગોવા ૧૬ થી ૨૦ નવેમ્બરે જશે.
આ અગાઉ નેશનલ બેન્ચ પ્રેસ રાંચી, ઝારખંડમાં પણ ટોપ ૧૦માં ૭મો નંબર મેળવી હિતેન્દ્ર કુમારે ગુજરાતનુ નામ રોશન કર્યુ છે.