ગુજરાત : રાજ્યમાં આજથી ધોરણ 9થી 11ના વર્ગો સાથે શાળાના પ્રાંગણ ફરી ધમધમતા થશે.રાજ્ય સરકારે 50 ટકા ક્ષમતા સાથે ધોરણ 9થી 11ના વર્ગો શરૂ કરવાની પરવાનગી આપી છે. સાથે જ SOPના પાલન પર પણ ભાર મુક્યો છે. રાજ્યમાં દોઢ વર્ષ બાદ રાજ્યમાં ઓફલાઇન શાળા આજથી શરૂ થશે.મહત્વપૂર્ણ છે કે રાજ્ય સરકારના નિર્ણયને વાલીઓ, વિદ્યાર્થી અને શિક્ષકોએ આવકાર્યો હતો.

રાહતની વાત એ છે કે શાળામાં ન આવનાર વિદ્યાર્થીઓ માટે ઑનલાઈન ક્લાસની સુવિધા પણ ચાલુ રહેશે.તો સ્કૂલે જનારા વિદ્યાર્થીઓ માટે વાલીનું સંમતિપત્રક ફરજિયાત છે. શાળાઓએ વિદ્યાર્થીઓને ફેસશિલ્ડ અને હેન્ડ ગ્લવ્સ પહેરીને આવવાની સૂચના આપી છે. વિદ્યાર્થીઓ ભેગા ન થયા અને ટોળા ન થયા તે માટે સાવચેતીના ભાગ રૂપે વિદ્યાર્થીઓને રીસેસ આપવામાં નહીં આવે.

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights