ગુજરાત : વરસાદને લઈને રાજ્ય માટે મોટા અને રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે ચોમાસાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લાંબા વિરામ બાદ મેઘરાજા 10 જુલાઈથી ફરીથી મેઘરાજા જમાવટ કરી શકે છે.
ખાસ કરીને, જુલાઇ 10 થી દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 11 જુલાઇએ બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર બની રહ્યું છે, હવામાન વિભાગનું કહેવું છે કે, આ લૉ-પ્રેશરને કારણે ગુજરાતમાં વરસાદનું જોર વધશે. તેમજ 9 જુલાઇ સુધી લોકોએ ઉકળાટ સહન કરવો પડશે. આ સાથે 11 જુલાઇએ અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.