Sat. Dec 21st, 2024

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ સતર્કતા, ભાજપ-કોંગ્રેસ અને આપ સક્રિય

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસ અને આપ સક્રિય બની ગયું છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પોતાનું જૂનું સંગઠન ભંગ કરીને નવું માળખું જાહેર કરી દીધું છે.

બીજી બાજુ દિલ્હીના સીએમ કેજરીવાલ મહેસાણામાં રોડ શોમાં લોકોનો અદ્દભુત પ્રતિસાદ મળ્યો હતો. ત્યારબાદ ગુજરાતમાં આપ સક્રિય બની ગયું છે. આજે આમ આદમી પાર્ટીએ ચૂંટણી પહેલા જ જનતાને આકર્ષવા માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી દીધી છે.

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ આજે જણાવ્યું હતું કે, ગઈકાલે અમે નવા સંગઠનની પ્રથમ યાદી જાહેર કરી હતી. જેમાં સંગઠનમાં સમાવેશ કરાયેલા તમામ લોકોને અભિનંદન પાઠવું છું.

આગામી સમયમાં બીજી યાદી જાહેર કરીને તમામને સમાવવામાં આવશે. તેમણે જણાવ્યું છે કે, આપના આવવાથી ગુજરાતમાં લોકોને નવો વિકલ્પ મળ્યો છે, જે સરકાર બનાવવા સુધી લઈ જશે. શિક્ષણના મુદ્દે અમે જે આક્રમકતાથી અવાજ ઉઠાવ્યો એનાથી પણ ભાજપ સરકાર ગભરાઈ છે, જેના આધારે તેઓએ પગલાં ભરવાની ફરજ પડી છે.

આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, હવે અમે વીજળીના મુદ્દે આગળ વધીશું અને જો આગામી સમયમાં ગુજરાતની જનતા અમને સત્તામાં લાવશે તો સૌને 200 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવશે. આગામી 15 જુનથી રાજ્યના તમામ જિલ્લા મથકોએ આ મુદ્દે દેખાવ કરી આવેદનપત્ર આપવામાં આવશે.

Related Post

Verified by MonsterInsights