ગુજરાતમાં કોરોના કહેરની ચેઈન તોડવા માટે સરકાર દ્વારા મહત્વની બેઠક યોજવામાં આવી હતી. જેમાં સરકાર દ્વારા લોકડાઉન લગાવવું કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. કે રાજ્યમાં લોકડાઉન લગાવવામાં આવશે નહીં. 29 સહિત અન્ય શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લગાવવામાં આવશે. આ ઉપરાત દિવસ દરમિયાન આવશ્યક સેવાઓ સિવાયની દૂકાનો બંધ રાખવામાં આવશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે જુનાગઢમાં સ્થિતિનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેના બાદ કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે મેયર, જિલ્લા કલેક્ટર, કમિશનર, આરોગ્ય અધિકારી સહિત સાથે કોવિડ 19 ની પરિસ્થિતિ સમીક્ષા કરી હતી.
ત્તેમણે મીડિયા સંબોધનમાં સીએમ રૂપાણીએ કહ્યું હતું કે, છેલ્લાં પાંચ સાત દિવસથી કેસ ઓછા આવી રહ્યાં છે. અગાઉ રોજ દોઢ હજાર જેટલા કેસ આવી રહ્યા હતા. પરંતુ હવે કેસ ઘટી રહ્યાં છે. તેથી તંત્રને રાહત મળી છે સાથે જ લોકોને પણ રાહત થઈ રહી છે. છતા અતિવિશ્વાસમાં રહેવું ન જોઈએ. 15 મી મેએ કોરોનાનો મોટો પિક આવશે તેની વ્યવસ્થા અમે કરી રહ્યાં છીએ. તેથી આજે સાંજે કોર ગ્રૂપની મીટિંગમાં પરિસ્થિતિ વિશે માહિતી મેળવીને નિર્ણય કરીશું. 5 તારીખનું કફ્યૂનો નોટિફિકેશન વિશે પણ ચર્ચા કરીશું.
રાજયના 29 શહેરોમાં કફર્યૂની મર્યાદા પુર્ણ થઇ રહી છે, ત્યારે આજે સાંજે કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં નિર્ણય રાત્રિ કરફ્યૂની મુદત વધારાશે કે નહિ તે અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, રાજ્યમાં લોકડાઉન લાગવાની અફવાઓને લઇને જનતા કન્ફ્યુઝન હતી. ત્યારે આ બેઠકમાં લેવામાં આવેલા મહત્વના નિર્ણય બાદ રાત્રિ કરફ્યૂ કે લોકડાઉન બંનેની ચર્ચાઓ પર પૂર્ણવિરામ લાગી ગયો છે.