દિવાળીના બીજા દિવસે શુક્લ પક્ષ એકમ તિથિએ ગોવર્ધન પૂજા એટલે કે અન્નકૂટ નો તહેવાર મનાવવામાં આવે છે આ દિવસ વિશેષ રૂપથી ગાય બળદ વાછરડું અને ઘરના પાલતુ પશુઓ નું પૂજા કરવામાં આવે છે
પૌરાણિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ મથુરા વાસીઓની રક્ષા કરવા માટે ગોવર્ધન પર્વતની પૂજા કરી હતી
આજના દિવસે મથુરામાં ગોવર્ધન પર્વતની પરિક્રમા કરવાનો વિધાન છે આના અલાવ આજના દિવસે લોકો આપણા પોતાના ઘરમાં ગોબર થી ગોવર્ધન પર્વત બનાવી અને તેનું પૂજન કરતાં હોય છે. આજના દિવસને નવી ફસલ નવા અનાજની પણ પૂજા કરવામાં આવે છે એટલે આને અન્નકૂટ કહેવામાં આવે છે આપણે જોઈએ આજે ગોવર્ધન પૂજા મુહૂર્ત કયા પ્રમાણે છે
ગોવર્ધન પૂજા નું શુભ મુહૂર્ત :-
ગોવર્ધનપૂજા 5 નવેમ્બર 2021 શુક્રવાર કાર્તિક માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ આરભં – 5 નવેમ્બર 2021 પ્રાત:
02:44 મિનિટ.
કાર્તિક માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ સમાપ્ત – 5 નવેમ્બર 2021 રાત્રી 11: 14 મિનિટ.
ગોવર્ધન પૂજા નું મુહૂર્ત – પ્રાત: 06:35 થી 08:47 સુધી.
ગોવર્ધન પૂજા નું મહત્વ :-
ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ઈન્દ્રદેવના અહંકારને દૂર કરી એ સ્મરણમાં ગોવર્ધન પૂજા કરવામાં આવી પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના દ્વારા સર્વપ્રથમ ગોવર્ધનપૂજા આરંભ કરાવી ગઈ અને ગોવર્ધન પર્વતને પોતાની ટચલી આંગળી વડે ઉચકી ઇન્દ્ર દેવ ના ગુસ્સા કે ક્રોધ થી વ્રજવાસીઓ અને પશુ-પક્ષીઓની રક્ષા કરી હતી.
આ જ કારણ છે કે ગોવર્ધનપૂજા માં ગિરિરાજના સાથે ભગવાન શ્રી દ્વારકાધીશ ની પૂજાનું મહત્વ છે આજના દિવસે અન્નકૂટનો વિશેષ મહત્વ ગણવામાં આવ્યો છે આ એક પ્રકારનો પકવાન છે જે અન્ન અને શાકભાજી મલાવીને બનાવવામાં આવે છે અને ભગવાનને ભોગ લગાવવામાં આવે છે ગોવર્ધન પૂજા કરી ને લોકો પ્રકૃતિ ના પ્રતી પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.
ગોવર્ધન પૂજા વિધિ:- આજના દિવસે સવારે વહેલું ઊઠીને સ્નાનાદિ કર્મ કરીને શુભ મુહૂર્તમાં ગાય ના ગોબર થી ગિરિરાજ ગોવર્ધન પર્વતની આકૃતિ બનાવીને એની સાથે પશુધન એટલે કે ગાય બળદ વાછરડા ની આકૃતિ બનાવી જોઈએ એના પછી ધૂપ-દીપ આદિ વિધિવત્ ઉપચારથી એમની પૂજા કરવી જોઈએ ભગવાન શ્રીકૃષ્ણ અને દૂધથી સ્નાન કરાવી પછી એમનું પૂજન કરવું જોઈએ પછી અન્નકૂટનો ભોગ લગાવવો જોઈએ