ગુજરાત હાઈકોર્ટમાં ફાયર એન.ઓ.સી.મામલે ચાલી રહેલી જાહેર હીતની અરજીની સુનાવણી દરમિયાન ફાયર વિભાગે શહેરનાં ૨૪૭ રહેણાંક હાઈરાઈઝ બિલ્ડિંગને ત્રણ દિવસમાં જ ફાયર એન.ઓ.સી.મેળવી લેવા ફાઈનલ હુકમ કર્યો છે.
આમ છતાં ફાયર એન.ઓ.સી.નહીં મેળવનાર બિલ્ડિંગના વીજ અને જોડાણ મ્યુનિ.તંત્ર દ્વારા કાપી નાંખવામાં આવશે.અમદાવાદ મ્યુનિ.તરફથી ફાયર એન.ઓ.સી.ને લઈ ગુજરાત હાઈકોર્ટમાં એફીડેવીટ રજુ કરવામાં આવી છે.
આ એફીડેવીટ મુજબ,શહેરમાં ૧૧૨૮ રહેણાંક હાઈરાઈઝ બિલ્ડિંગ, ૨૫૯ મિકસ પ્રકારના હાઈરાઈઝ બિલ્ડિંગ તથા ૨૬ કોમર્શિયલ વપરાશથી ઉપયોગમાં લેવામાં આવતા બિલ્ડિંગ પાસે ફાયર એન.ઓ.સી.નથી.આ તમામ સામે કાયદાકીય જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.જેના ભાગરુપે અગાઉ ૨૬ જેટલાં કોમર્શિયલ બિલ્ડિંગ સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવી છે.