જુનાગઢ : જિલ્લાના કેશોદમાં 10 તોલા સોનાની ચોરી થઈ ગઈ. આ ચોરી સોનું રિફાઈન કરનાર વેપારીને ત્યાં થઈ છે. સોમનાથ રિફાઇનરીના માલિક મરાઠા સદાશિવ કુંડલીકને અજાણ્યા શખ્સોએ રૂ .5 લાખનું સોનું ચોરીને ફરાર થઈ ગયા છે.
જ્યારે કારીગર દ્વારા કુંડળીમાં બે વર્ષથી એકત્રીત કરાયેલા દસ તોલા સોનું ન મળતાં વેપારીની હોશ ઉડી ગઈ હતી. તેમણે કેશોદ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તપાસમાં આરોપીના સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા છે. જેમાં આરોપીઓને મુદ્દામાલ લઈ જતા જોઈ શકાય છે. હાલમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. અને, આરોપીને પકડવાની કવાયત આદરી છે.