જૂનાગઢમાં દાખલા કઢાવવા માટે છેલ્લા ચાર દિવસથી દરરોજ હજારોની સંખ્યામાં લોકો મામલતદાર કચેરીએ દાખલા કઢાવવા માટે લોકોના ટોળા એકત્ર થાય છે . જેના કારણે કોરોનાની માર્ગદર્શિકાનું સતત ભંગ કરે છે. દરરોજ હજારો લોકો આવક દાખલા અને જાતિના દાખલા કઢાવવા માટે એકત્ર થાય છે. આથી મામલતદાર કચેરી દ્વારા વધુ સ્ટાફ અને વધારાના કર્મચારીઓને તાત્કાલિક ફાળવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
હાલમાં નવું સત્ર ચાલુ થયું હોવાથી વિદ્યાર્થીઓએ શાળાઓમાં આવકના દાખલા અને જાતિના દાખલા આપવાનું ફરજિયાત છે.પરંતુ લોકો આક્ષેપ કરી રહ્યા છે કે આખો દિવસ લાઈનમાં ઊભા રહેવા છતાં કામગીરી થતી નથી. એટલું જ નહીં પાણી વિના પણ વ્યક્તિને હેરાન થવું પડે છે. એક તરફ લોકોમાં અવ્યવસ્થાને લઇને ભારોભાર રોષ છે, અને બીજી તરફ મામલતદાર સબ સલામત હોવાનું જણાવી રહ્યા છે.