Sun. Sep 8th, 2024

જૂનાગઢનાં ભિયાળ ગામે સિંહોના હુમલામાં 28 ઘેટાં-બકરાંનાં મોત, ગ્રામજનોમાં ભયનો માહોલ

મોડી રાત્રે જુનાગઢ તાલુકાના ભિયાળ ગામે ચાર સિંહ સિંહણે વાડામાં બાંધેલા ઘેટા અને બકરા પર હુમલો કર્યો હતો. જેમાં 28 ઘેટાં-બકરા માર્યા ગયા હતા. જ્યારે 13 ને ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાથી ગામ લોકોમાં ભય ફેલાયો હતો. આ અંગેની વધુ વિગત મુજબ જુનાગઢ તાલુકાના ગિરનાર જંગલ નજીક ભિયાળ ગામની આસપાસ અવાર નવાર સિંહો ફરતા હોય છે. અને પશુઓનો શિકાર કરે છે.

ગત રાત્રે એક વાગ્યાની આસપાસ ભિયાળ ગામ નજીક ભરતભાઇ ભરવાડના વાડામાં  ચાર સિંહ સિંહણ ચડી આવ્યા હતાં.

વાડામાં રાખેલા આડશ કુદી ત્યાં રહેતા ઘેટાં અને બકરા પર હુમલો કર્યો હતો, અને 28 ઘેટાં-બકરા માર્યા ગયા હતા. જ્યારે 13 ઘેટાં-બકરાઓને ગળા અને કેટલાકને પેટ અને પગમાં ઈજાઓ પહોંચી હતી. બાદમાં સિંહ સિંહણ જતા હતા.

આ અંગેની જાણ થતાં વનતંત્રના સ્ટાફે ત્યાં ગયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ભિયાળના સરપંચ હરસુખભાઇનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે ઘેટા બકરાને ચાર સિંહ સિંહણએ મોતને ઘાટ ઉતાર્યા હોવાથી તેના માલિકને પૂરતા વળતર મેળવવા માટે રજૂઆત કરવામાં આવી હતી, ગામની નજીક વાડમાં ચડી સિંહ સિંહણો એ ઘેટા બકરાને મારી નાખતાં લોકોમાં ભય ફેલાયો હતો.

Related Post

Verified by MonsterInsights