Wed. Jan 15th, 2025

જૂનાગઢ શહેરમાં કોંગ્રેસ મહિલા વધતી મોંધવારીનો અનોખો વિરોધ કર્યો

જુનાગઢ :  એક તરફી કોરોનાને કારણે ધંધા ભાગી ગયા છે. બીજી તરફ, મોંઘવારીની કારણે આજીવિકા મુશ્કેલ બની ગઈ છે. ત્યારે વધતી મોંઘવારીના વિરોધમાં જૂનાગઢ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ શારદાબેન કથીરિયાની આગેવાની હેઠળ મોંઘવારી નો વિરોધ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

સત્તા પર બેઠેલી મોદી સરકારે દેશના લોકો સાથે “બહોત હુઇ મહેંગાઈ કી માર” ના નારા સાથે છેતરપિંડી કરી છે.

દેશમાં વધી રહેલી ફુગાવાના વિરોધમાં જૂનાગઢ શહેર મહિલા કોંગ્રેસ સમિતિએ પાણીમાં ભજિયા બનાવીને મોંઘવારીનો મુદ્દો વિરોધ ઉઠાવ્યો હતો.

આ કાર્યક્રમમાં મહિલા શહેર કોંગ્રેસ પ્રમુખ શારદાબેન કથીરિયા, વર્ષાબેન લીંબડ, કારીબેન, રેહમતબેન તેમજ જૂનાગઢ શહેરની તમામ મહિલા કોંગ્રેસ કાર્યકરો તેમજ કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Post

Verified by MonsterInsights