ગ્રાહક બાબતોની કોર્ટે કાપડના એક વેપારીને ગ્રાહકને એક થેલીના 10 રૂપિયા લેવાનું મોંઘુ પડ્યું છે. બદલામાં તેણે હવે 1,500 ની વળતર ચૂકવવાની રહેશે. સાથે જ, દુકાનદારે બેગના બદલામાં લીધેલા દસ રૂપિયાના આઠ ટકા વ્યાજ સાથે ગ્રાહક મૌલિન ફાદિયાને પૈસા પાછા આપવાના રહેશે.
ગ્રાહક બાબતોની કોર્ટે 29 જૂને પોતાના આદેશમાં માનસિક પ્રતાડના માટે 1000 રૂપિયા અને કાયદાકીય કાર્યવાહી માટે 500 રૂપિયાનું વળતર નક્કી કર્યું છે. આ વળતર 30 દિવસની અંદર દુકાનદારે ચુકવવાનું રહેશે. ફરિયાદીએ કોર્ટને કોર્ટને જણાવ્યુ હતું કે, તેણે 2,486 રૂપિયામાં આ કપડા ખરીદ્યા હતા.