Mon. Dec 23rd, 2024

ઝાલોદ નગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 12 થી 14 વર્ષ ના બાળકો નો રશિકારણ અભિયાન

ઝાલોદ નગરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 12 થી 14 વર્ષ ના બાળકો માટે રશીકરણ અભિયાન નું પ્રારંભ કરવામાં આવ્યું હતું, આ રશિકારણ અભિયાન મા ઝાલોદ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ના પાન્ડે સાહેબ અને કર્મચારીગણ હાજર રહ્યા હતા, દાહોદ જિલ્લા પંચાયત ના પ્રમુખ શિતલબેન વાઘેલા ની વિશેષ ઉપસ્થિતિમાં આ રશિકારણ અભિયાન નું કાર્ય ચાલુ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ મેઘાબેન પંચાલ, દાહોદ જિલ્લા મહિલા મોરચા મહામંત્રી રીટાબેન નિનામા તથા ઝાલોદ નગર ભાજપા પરિવાર ની બહેનો તેમ જ અન્ય ભાજપ ના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સત્વરે દરેક 12 થી 14 વર્ષ ની ઉમર મા આવતા બાળકો રશિકારણ કરાવી લે તેવી અપીલ કરવામાં આવી હતી.

અહેવાલ:પંકજ પંડિત,ઝાલોદ

Related Post

Verified by MonsterInsights