અમદાવાદના થલતેજ વોર્ડમાં નવ કરોડના ખર્ચે પી.પી.પી.ધોરણે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બનાવવા અંગે સ્ટેન્ડીંગ કમિટીમાં નિર્ણય કરવામાં આવ્યો છે.
૩૦ બેડની સુવિધા સાથે આ સેન્ટરમાં ચાર ઓપરેશન થિયેટર સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવાશે.મ્યુનિ.આ પ્રોજેકટ માટે જમીન આપશે.બાકીનો ખર્ચ સંસ્થા દ્વારા કરાશે.
આપને જણાવી દઈએ કે, થલતેજ વોર્ડમાં રીંગરોડ પાસે ગાહેડ રોડ ઉપર ટી.પી.સ્કીમ.નંબર-૨૧૬ના ફાઈનલ પ્લોટ નંબર-૧૧૨-૧ના અંદાજીત ૩૭૦૦ ચોરસમીટરના પ્લોટમાં એ.શ્રીધર ઈન્ફ્રાકોન દ્વારા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બનાવવા સંમતિ દર્શાવવામાં આવતા કોર્પોરેટ સોશિયલ રીસ્પોન્સિબિલીટી હેઠળ પી.પી.ધોરણે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બનાવવા કમિટીએ મંજુરી આપી છે. ત્રણ માળના તૈયાર કરવામાં આવનારા બિલ્ડિંગમાં ડાયાલીસીસ સહિતની તબીબી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે.ચેરમેન હિતેષ બારોટે અમદાવાદમાં આ પ્રકારે પહેલી વખત કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બનાવવામાં આવી રહ્યુ હોવાનું જણાવ્યુ હતું.