દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનને નુકસાન થયું હતું. જેના કારણે મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળ્યું હતું. એક તરફ દ્વારકા જિલ્લામાં પીવાના પાણીની તંગી છે. ત્યારે લાઇનમાં ભંગાણ પડતા લોકોને પાણીના ભારે સંકટનો સામનો કરવો પડ્યો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોટા શહેરોમાંના એક, ભાણવડમાં પાણીની લાઇનમાં ભંગાણ થતાં ગાંધીચોક બજારમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા. શહેરમાં પાણી વિતરણ સમયે ભંગાણ પડ્યું હતું. જેના કારણે મુખ્ય માર્ગો પર પીવાના પાણીનો મોટો જથ્થો બરબાદ થઈ ગયો હતો. સ્થાનિકોએ પાલિકાનું ધ્યાન દોર્યું હતું. પાણી માર્ગો પર ફરી વળતા પાલિકા પ્રત્યે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.